જાણો 5G ટેકનોલોજી 4G કરતાં કેવી રીતે અલગ પડે છે?

ભારતમાં ખૂબ જ લાંબા સમયથી રાહ જોવાતી 5G સેવાઓ શરૂ થવાનું કાઉન્ટડાઉન ચાલુ થઈ ચૂક્યું છે. ગુરુવારના રોજ યુનિયન એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ કે, સરકાર ઝડપથી 5G સેવાઓ શરૂ કરવાની યોજના બનાવી રહી છે અને તેમણે ઓક્ટોબર સુધી લોન્ચ થવાની આશા વ્યક્ત કરી છે. આ ટેકનોલોજી આવતાની સાથે જ આપણી જીવનશૈલી પર નોંધપાત્ર અસર પડશે. આમ, ટેકનોલોજીનો પ્રત્યક્ષ અનુભવ મેળવતા પહેલા તે વર્તમાન 4G ટેકનોલોજીથી કેવી રીતે અલગ પડે છે? તે જાણવું અનિવાર્ય બની જાય છે.

 • 4G અને 5G વચ્ચેનો સૌથી મોટો તફાવત સમયનો રહેશે એટલે કે યુઝર દ્વારા નેટવર્કને અપાતા કમાન્ડ અને તેના રિસ્પોન્સ વચ્ચે લાગતો સમય.
 • 5G ટેકનોલોજી લગભગ 5 મિલીસેકન્ડની લેટન્સીનું વચન આપે છે, જ્યારે 4G ટેકનોલોજી એ 30 મિલીસેકન્ડથી 100 મિલીસેકન્ડ સુધીની હોય છે.
 • આ ટેકનોલોજી તમને ઝડપી રિસ્પોન્સ આપે છે અને તેના કારણે આવનાર સમયમાં સેલ્ફ ડ્રાઇવિંગ વાહનો વધુ સલામત બનશે.
 • જ્યાં 4G નેટવર્કમાં ડાઉનલોડિંગ સ્પીડ 1 Gbpsને સ્પર્શી જાય છે, ત્યારે 5G નેટવર્કનું લક્ષ્ય તેનાથી દસ ગણું વધારે 10GBPSની મહત્તમ ડાઉનલોડ સ્પીડે પહોંચવાનું છે.
 • 5G એ 4G કરતાં ઝડપી કેવી રીતે હશે? તેનું કારણ એક્સપર્ટ દ્વારા સમજાવવામાં આવ્યું છે. તે કહે છે કે, ફ્રિકવન્સી (આવર્તન) બેન્ડના આધારે રેડિયો તરંગો કેટલી માહિતી વહન કરી શકે છે? તેની એક મર્યાદા છે. હવે જો હાલની ટેકનોલોજીથી આપણે તે મર્યાદા સુધી પહોંચી જઈએ તો પછી કોઈને વધુ સારી સ્પીડ મળે ને કોઈની સ્પીડમાં ઘટાડો થાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
 • જો કે, આ ટેકનોલોજી વધુ ક્ષમતા વાપરવા માટે વધુ જગ્યા ઉમેરે છે, તેથી દરેકના ડિવાઈસને વધુ ડેટા સ્પીડ મળે.
 • આ 5મી પેઢીની ટેકનોલોજી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી તરંગ એ ઇમારતની દિવાલો અને ચોક્કસ પ્રકારના કાચને ભેદવા માટે સંઘર્ષ કરી શકે છે, જે નબળી ઈન્ડોર કનેક્ટિવિટીનું કારણ બનશે અને સિગ્નલને ટ્રાન્સમિટ કરવા માટે વધુ સ્ટેશનોની પણ જરૂર પડી શકે છે.
 • નિષ્ણાતો કહે છે કે, જો યુઝર્સ 5G સેલ ટાવરની નજીક હોય તો 1GBPS સુધીની ઝડપી મોબાઇલ 5G ડાઉનલોડ સ્પીડ મેળવી શકો. દૂરના સ્થળોએ અથવા ઓફિસમાં ઇન્ડોર પર અથવા ઘરેથી કામ કરતા લોકો માટે, ઓછી-સંચાલિત નાના સેલ્યુલર બેઝ સ્ટેશનનો ઉપયોગ કરી શકાય છે, જે નેટવર્કની સેલ ઘનતામાં વધારો કરશે. આને કારણે, તે એક જ સ્થળે ઘણા ડિવાઈસને હેન્ડલ કરવાની ક્ષમતામાં વધારો કરશે, જે ભીડભાડવાળી ઇવેન્ટ્સ દરમિયાન પણ તમારા ફોનના ઉપયોગની સુવિધા આપશે.

મોબાઇલ નેટવર્ક ટેકનોલોજીની પાંચ પેઢીઓ

 • મોબાઇલ નેટવર્કની પાછલી પેઢી 1G, 2G, 3G અને 4G છે. એપ્લિકેશનની દ્રષ્ટિએ 1G કે જે 1980ના દાયકામાં લોન્ચ કરવામાં આવ્યું હતું, તેનો ઉપયોગ માનવ અવાજને ઇલેક્ટ્રોનિક પલ્સમાં રૂપાંતરિત કરીને એનાલોગ વોઇસ પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો.
 • બીજી પેઢી 1990ના દાયકાની શરૂઆતમાં વિકસાવવામાં આવી હતી. તેના કારણે ડિજિટલ વોઇસ, નવી ટેકનોલોજી CDMA (કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ)એ અસંખ્ય સિગ્નલોને એક જ ટ્રાન્સમિશન ચેનલ પર કબ્જો જમાવવાની મંજૂરી આપી હતી. તેણે ઉપલબ્ધ બેન્ડવિડ્થના ઉપયોગને ઓપ્ટિમાઇઝ કર્યો હતો.
 • વિશ્વ 21મી સદીમાં પ્રવેશી રહ્યું છે, ત્યારે 2000ના દાયકાની શરૂઆતમાં 3G ટેકનોલોજીની શરૂઆત થઈ હતી. આ ટેકનોલોજીએ મોબાઇલ ડેટાની એક્સેસને વધુ મજબૂત બનાવી.
 • ત્યાર બાદ 21મી સદીના પ્રથમ દશકાના અંતમાં 4Gએ મોબાઈલ બ્રોડબેન્ડના યુગની શરૂઆત કરી જેમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ લાવવામાં આવ્યું અને હવે આવે છે 5G ટેક્નોલોજી. ઊંચી ગતિ, શ્રેષ્ઠ વિશ્વસનીયતા અને નહિવત્ વિલંબતા સાથે. તે મોબાઇલ ઇકોસિસ્ટમને સંપૂર્ણપણે સુધારવાની ક્ષમતા ધરાવે છે. નિષ્ણાતો કહે છે કે 5G ટેકનોલોજી દરેક ઉદ્યોગને વેગ આપશે – સલામત પરિવહન, દૂરસ્થ આરોગ્યસંભાળ, સચોટ કૃષિ અને ડિજિટાઇઝ્ડ લોજિસ્ટિક્સ બનાવશે.

Treading

Load More...