ભાજપે જિજ્ઞેશ મેવાણી ને કેટલા કરોડ ની ઓફર કરી હતી?  જાણો મોટો ધડાકો

દિવ્ય ભાસ્કર: તમારા જૂના સાથીઓ ભાજપમાં જતા રહ્યા, તમને ઓફર થાય તો ભાજપમાં જશો ?  જિજ્ઞેશ મેવાણી: નામુમકિન... પૃથ્વીનો ગોળો ઊંધો થઈ જાય એ બની શકે, પણ મેવાણી ભાજપમાં જાય એ અસંભવ છે. ઇમ્પૉસિબલ...અશક્ય... અસંભવ... નો ચાન્સ... ફરી પૂછવાનું જ નહીં. 

જિજ્ઞેશ મેવાણી વડગામના અપક્ષ ધારાસભ્ય, દલિત અને સામાજિક કાર્યકર છે. તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. 

કેટલા રૂપિયાની ઓફર થાય છે? તાલુકા અને જિલ્લાની બહાર પણ જેમને કોઈ ઓળખતું ન હોય એવા ધારાસભ્યોને કરોડો રૂપિયામાં ખરીદાતા હોય તો તમે કલ્પના કરો કે મેવાણીને કેટલા રૂપિયાની ઓફર થતી હશે?  

જિજ્ઞેશભાઈ માત્ર દલિત સમાજના નહીં, વડગામના પણ નહીં, આખા ભારતના લોકપ્રિય નેતા છે. તેઓ હવે દેશના નેતા હોવાનો સૂર પ્રજામાંથી નીકળ્યો. 

જિજ્ઞેશ મેવાણી : પેપર ફૂટવાના કારણે ગુજરાતના યુવાનોમાં ભયંકર આક્રોશ છે. મોંઘવારીથી જનતા એટલી ત્રસ્ત થઈને ચૂપચાપ તાકીને જ બેઠી છે. 

જિજ્ઞેશ મેવાણી: આખા દેશમાં ભલે મને લોકો ઓળખતા હોય, હું ગુજરાતમાં પાયો મજબૂત કરવા માગું છું.  

જિજ્ઞેશભાઈ પચાસ હજાર કરતાં પણ વધુ જંગી લીડથી વડગામની બેઠક પરથી જીતશે 

અનેક આંદોલનમાં તેઓ મુખ્ય ચહેરો બન્યા હતા અને લોકોમાં લોકપ્રિય બન્યા હતા. 

આ વખતે કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે તો ભાજપે મણિલાલ વાઘેલાને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, મણિલાલ પહેલા આ સીટ પરથી કોંગ્રેસમાંથી જીતીને ધારાસભ્ય રહી ચૂક્યાં છે. 

2017માં આ સીટ પરથી ભાજપે વિજય ચક્રવર્તીને ટિકિટ આપી હતી. 

2017માં  જ્યારે કોંગ્રેસે અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીને ટેકો જાહેર કર્યો હતો. ત્યારે જિજ્ઞેશ મેવાણી ભાજપના ઉમેદવાર સામે 19 હજાર મતથી જીત્યા હતા. 

જાતિગત સમીકરણની વાત કરવામાં આવે તો વડગામ વિધાનસભા વિસ્તારમાં 25.9 ટકા વસતી મુસ્લિમોની છે. જ્યારે 15.5 ટકા વસતી દલિતની છે. અન્યમાં 9.5 ઠાકોર, 16.4 ચૌધરી, 5.6 ટકા રાજપૂત, 25.9 અન્ય જાતિનું આ બેઠક પર પ્રભુત્વ છે. 

વડગામ વિધાનસભા બેઠકમાં વડગામ તાલુકા ઉપરાંત પાલનપુર તાલુકાના ૩૨ ગામોનો સમાવેશ થાય છે. 

News source : divyabhaskar.co.in