અબજોપતિ ઉમેદવારો
100 કરોડથી વધુની સંપત્તિ જાણો સંપૂર્ણ માહિતી..
સાતમાંથી પાંચ અબજોપતિ ઉમેદવારો ભાજપના, મોટા ભાગનાએ 10મા પછી અભ્યાસ નથી કર્યો
જયંતિ પટેલ
ગાંધીનગરની માણસા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયંતિ પટેલ આ ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર છે.
ચૂંટણી એફિડેવિટમાં તેમની સંપત્તિ રૂ. 661.28 કરોડ
બલવંતસિંહ રાજપુત
ભાજપ વતી પાટણ જિલ્લાના સિદ્ધપુરથી ચૂંટણી લડી રહેલા 61 વર્ષીય બળવંત સિંહ રાજપૂતે પોતાની કુલ સંપત્તિ 367.89 કરોડ રૂપિયા જાહેર કરી છે.
રમેશભાઈ ટીલાળા
રાજકોટ દક્ષિણમાંથી ભાજપના રમેશભાઈ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે. તેણે પોતાની કુલ સંપત્તિ 172 કરોડ રૂપિયા જાહેર કરી છે.
ઈન્દ્રનીલ રાજગુરુ
ઈન્દ્રનીલ રાજગુરુ રાજકોટ પૂર્વથી કોંગ્રેસની ટિકિટ પર મેદાનમાં છે. 56 વર્ષીય ઈન્દ્રનીલે તેની કુલ સંપત્તિ 160 કરોડ રૂપિયા જાહેર કરી છે.
પબુભા માણેક
દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેકે તેમની સ્થાવર અને જંગમ સંપત્તિની કિંમત 115 કરોડ રૂપિયા જાહેર કરી છે.
જવાહર ચાવડા
જૂનાગઢની માણાવદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાએ સોગંદનામામાં પોતાની કુલ સંપત્તિ 130 કરોડ રૂપિયા જાહેર કરી છે.