BJP-કૉંગ્રેસ એવુ કપલ જે લગ્ન પહેલા ચોરી છૂપે મળે છે', અરવિંદ કેજરીવાલનો કટાક્ષ

દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ  જેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે .

તેમણે મંગળવારે (22 નવેમ્બર) ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. 

તેમણે બંને પક્ષો પર મિલીભગતનો આરોપ લગાવ્યો, સાથે જ ભાજપના સીએમ ચહેરા ભૂપેન્દ્ર પટેલને કઠપૂતળી ગણાવ્યા. 

કેજરીવાલે બીજેપી-કોંગ્રેસની સરખામણી એવા કપલ સાથે કરી જે લગ્ન પહેલા ગુપ્ત રીતે મળે છે. 

કેજરીવાલે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના કઠપૂતળી મુખ્યમંત્રી છે જે પોતાના પટાવાળાની નિમણૂક પણ કરી શકતા નથી. 

કેજરીવાલે કહ્યું કે, ગુજરાતની જનતાની સામે બે ચહેરા છે. એક ઇસુદાન ગઢવી અને બીજા ભૂપેન્દ્ર પટેલ.  

તમે કોને વોટ આપશો, કોને મુખ્યમંત્રી બનાવશો?'' તેમણે કહ્યું કે ઇસુદાન ગઢવી યુવાન અને શિક્ષિત માણસ છે.  

નું હૃદય ગરીબો માટે ધડકે છે અને તે એક ખેડૂતનો પુત્ર પણ છે.  

જ્યારે તેણે ટીવી પર એક શો હોસ્ટ કર્યો હતો, ત્યારે તેણે ખેડૂતોના મુદ્દા ઉઠાવ્યા હતા અને તુ-તુ-મેં-મૈં બોલ્યા નહોતા 

મેં સાંભળ્યું છે કે ભૂપેન્દ્ર પટેલ  ખૂબ જ ધાર્મિક છે પરંતુ તેમનું કોઈ સાંભળતું નથી, તેઓ કઠપૂતળી સીએમ છે. 

AAP નેતા કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે અગાઉ લોકો પાસે ભાજપને જડમૂળથી ઉખેડી નાખવાનો વિકલ્પ પણ નહોતો અને કોંગ્રેસ અંદરથી શાસક પક્ષ સાથે મિલીભગત કરી રહી છે. 

News sources : gujarati.abplive.com