ભારતમાં ટિકટૉક પર પ્રતિબંધ આવતાની સાથે જ ઈન્સ્ટાગ્રામ લોકો માટે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ શેર કરવા માટે પ્રચલિત પ્લેટફોર્મ બની ગયું છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. ઈન્સ્ટાગ્રામ એ સોશિયલ ઈન્ફલુએન્સર્સ (પોતાની આવડતથી લોકોને પ્રેરિત કરનાર) માટે એક વિશેષ પ્લેટફોર્મ બની ગયું છે. આ સોશિયલ ઈન્ફલુએન્સર્સ એક મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ ધરાવતા હોય છે. 16 ઓગસ્ટના રોજ ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરીએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા રોલ-આઉટ કરવામાં આવેલ ફીચર્સની જાહેરાત કરવામાં આવી હતી.
નવા ફીચર્સમાં ‘Add Yours’ સ્ટીકર, ઇન્સ્ટાગ્રામ-ટુ-ફેસબુક ક્રોસ-પોસ્ટિંગ અને FB Reels insightsનો સમાવેશ થાય છે. હવે અમે તમને જણાવીએ કે તમે ફેસબુક પર તમારી ઇન્સ્ટા રીલ્સ કેવી રીતે પોસ્ટ કરી શકો છો?
સ્ટેપ-1: તમારા મોબાઇલ ફોન પર ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરો.
સ્ટેપ-2: એપ્લિકેશન પર તમારી રીલને રેકોર્ડ કરો.
સ્ટેપ-3: રીલ રેકોર્ડ થયા બાદ NEXT ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ-4: ‘Share To Facebook’ વિકલ્પ પર ટેપ કરો. તમારે જે ફેસબુક એકાઉન્ટ પર રીલ શેર કરવી છે, તેને સિલેક્ટ કરો અને પછી ‘Share’ પર ક્લિક કરો.
જો તમે બધી જ ઈન્સ્ટાગ્રામ રીલ્સને ફેસબુક પર ‘Auto Post’ કરવાનો વિકલ્પ સેટ કરવા માગતા હો, તો તમારે તે જાતે જ કરવું પડશે. આ પ્રોસેસ પર એક નજર નાખો:
સ્ટેપ-1: ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર તમારી પ્રોફાઇલ પર ક્લિક કરો.
સ્ટેપ-2: ‘More’ વિકલ્પ પર ટૅપ કરો.
સ્ટેપ-3: સેટિંગ્ઝ અને પછી એકાઉન્ટ સેન્ટર પર ટૅપ કરો.
સ્ટેપ-4: એકાઉન્ટને ઉમેરવા માટે તમારે ઓન-સ્ક્રીન સ્ટેપ્સને અનુસરવાની જરૂર છે, જે આપમેળે તમામ ઇન્સ્ટાગ્રામ રીલ્સ પોસ્ટ કરશે.
પ્લેટફોર્મને વધુ વીડિયો- ફ્રેન્ડલી બનાવવા માટે ઇન્સ્ટાગ્રામ નવી સુવિધાઓ રોલ આઉટ કરી રહ્યું છે. ગયા મહિને, મલ્ટિમીડિયા પ્લેટફોર્મે એક નવું ફીચર રજૂ કર્યું હતું, જે યુઝરને રીલ અને તે જ સમયે તેમનું રિએકશન રેકોર્ડ કરવા માટે સક્ષમ બનાવે છે. ‘ડ્યુઅલ’ ફીચરથી યૂઝર્સ ફ્રન્ટ અને રિયર બંને કેમેરાનો ઉપયોગ કરીને રીલ રેકોર્ડ કરી શકે છે. એડમ મોસેરીએ નવી ‘રીલ ટેમ્પેલેટ’, ‘રીલ રીમિક્સ’ અને ‘રીલ વીડિયો મર્જ’ જેવાં નવી રીલ્સ ફીચર્સની પણ જાહેરાત કરી હતી.