નેશનલ પેન્શન યોજના 2022। National Pension Yojana in Gujarati

નેશનલ પેન્શન યોજના 2022, દર મહિને મળશે 3 હજાર પેન્શન : રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS), સરકારી કર્મચારીઓ માટે જાન્યુઆરી 2004 માં સરકાર દ્વારા પ્રાયોજિત પેન્શન યોજના શરૂ કરવામાં આવી હતી. તે 2009 માં તમામ વિભાગો માટે ખોલવામાં આવ્યું હતું. હવે કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઇ શકે છે. ઉપયોગકર્તા તેના કામકાજના જીવન દરમિયાન પેન્શન ખાતામાં નિયમિત યોગદાન આપી શકે છે. આ લેખ માં તમને નેશનલ પેન્શન યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણવા મળશે.

નેશનલ પેન્શન સિસ્ટમ શું છે? (National Pension System in Gujarati)

નેશનલ પેન્શન યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ખુબ જ મહત્વની યોજના છે. આ યોજના અંતર્ગત વૃદ્ધ લોકોને નાણાકીય રકમ પુરી પાડવામાં આવશે. નેશનલ પેન્શન યોજના લાંબા સમય સુધી બચત તરીકે ઉપયોગી નીવડશે. કારણ કે આ યોજના અંતર્ગત હાલના સમયથી ન્યુનતમ રકમનું પ્રિમિયમ દર મહિને ભરવાનું રહેશે. જે દરેક લોકોની ઉંમર પ્રમાણે અલગ અલગ રહેશે. 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 જેટલી રકમ વળતર રૂપે મળવાપાત્ર રહેશે.

નેશનલ પેન્શન યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે?

આ યોજના અંતર્ગત વેપારી, સ્વનિર્ભર લોકો, દુકાનદાર તથા મજુર વર્ગના લોકો ખાસ કરીને આ યોજનાનો લાભ લેવા પાત્ર રહેશે.

નેશનલ પેન્શન યોજના અંતર્ગત મળતા લાભો – National Pension System Benefits In Gujarati

 • આ યોજના અંતર્ગત લાભાર્થી વ્યક્તિની ઉંમર 60 વર્ષ પહોંચે ત્યારથી દર મહિને ઓછામાં ઓછું 3000 રૂ. પેન્શન મળવા પાત્ર રહેશે. જ્યાં સુધી લાભાર્થી જીવીત રહે ત્યાં સુધી આ રકમ મળશે.
 • નેશનલ પેન્શન યોજના અંતર્ગત આ યોજના દરમિયાન લાભાર્થી વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની પત્નીને આ યોજનાની રકમની 50% પેન્શન મળવા પાત્ર રહેશે.
 • આ યોજના અંતર્ગત જો કોઈ પણ પરિસ્થિતિ ના લીધે કોઈ પણ વ્યક્તિ 10 વર્ષ પહેલા આ યોજના બંધ કરે તો તે સમય સુધી ભરેલ તમામ રકમ બેંકના વ્યાજ સાથે પરત કરવામાં આવશે.

  નેશનલ પેન્શન યોજનાનો લાભ લેવા માટેની લાયકાતો – Eligibility Of  National Pension System In Gujarati

  • આ યોજનાનો લાભ નાના વેપારી, મજૂર વર્ગના લોકો, દુકાનદાર તથા સ્વનિર્ભર લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • આ યોજનાનું માટે ફોર્મ ભરવા માટે તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે તમારા વેપારનું ટર્નઓવર 1.5 કરોડથી વધુ હોવું જોઈએ નહીં.
  • જો તમે ભારત સરકારની કોઈપણ પેન્શન યોજના અંતર્ગત નોંધાયેલ છો તો આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં.
  • જો જો તમે વ્યાપારી તરીકે ઇન્કમટેક્સ ભરો છો તો આ યોજનાનો લાભ મળશે નહીં.
  • જો તમે ભારત સરકારની પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન યોજના અથવા તો પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના અંતર્ગત નોંધાયેલ છો તો આ યોજનાનો લાભ મળશે નહીં.

  નેશનલ પેન્શન યોજના ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ – Required Documents For National Pension System In Gujarati

  • આધારકાર્ડ
  • સેવિંગ એકાઉન્ટ નંબર અથવા પાસબુક

  નેશનલ પેન્શન યોજના વિશેની સમજૂતી

  • નેશનલ પેન્શન યોજના અંતર્ગત આ યોજના પર નોંધાયેલ વ્યક્તિએ દર મહિને ન્યુનતમ પ્રીમિયમ ભરવાનું હોય છે જેમ કે તમારી ઉંમર 20 વર્ષ છે તો તમારે દર મહિને ₹60 પ્રીમિયમ ભરવાનું રહેશે તે જ રીતે 18 થી 40 વર્ષની વચ્ચે આવતા તમામ લોકોએ ઉંમર પ્રમાણે અલગ અલગ પ્રીમિયમ ભરવાનું રહેશે.
  • આ યોજના અંતર્ગત જે વ્યક્તિ જે ઉંમરે થી આ યોજનાની શરૂઆત કરે છે ત્યાંથી ૬૦ વર્ષની ઉંમર સુધી દર મહિને આ પ્રીમિયમ ભરવાનું રહેશે. જે તેના બેંક એકાઉન્ટમાંથી દર મહિને ઓટોમેટીક કપાશે.
  • 60 વર્ષની ઉંમર તથા તે વ્યક્તિના ખાતામાં દર મહિને 3000 રૂપિયા પેન્શન તરીકે મળવા પાત્ર રહેશે. જ્યાં સુધી તે વ્યક્તિ જીવિત રહે, ત્યાં સુધી આ રકમ મળશે.

  નેશનલ પેન્શન યોજના માટે અરજી કેવી રીતે કરવી? – How to open National Pension System account In Gujarati

  • નેશનલ પેન્શન યોજના નો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જવાનું રહેશે.
  • આ યોજનાનો લાભ લેવા માટે તમારે આધાર કાર્ડ તથા બેન્ક એકાઉન્ટ ની પાસબુક સાથે લઈ જવાની રહેશે.
  • તમારે સૌ પ્રથમ પ્રીમિયમની રકમ કેસ ભરવાનો રહેશે.
  • આ યોજના માટે કોમન સર્વિસ સેન્ટર પર તમારી અગત્યની માહિતી જેમકે મોબાઈલ નંબર, બેન્ક એકાઉન્ટ ની માહિતી, ઇમેલ આઇડી, જીએસટી નંબર, તથા જરૂરિયાત પ્રમાણેના ડોક્યુમેન્ટ આપવાના રહેશે.

  આ યોજના અંતર્ગત ઉંમર પ્રમાણે ભરવાપાત્ર રકમ

  Official Website : Click Here

  Treading

  Load More...