લક્ષ્મી પૂજન કેવી રીતે કરવું

વાસ્તુ શાસ્ત્ર મુજબ, સાંજના સમયે કેટલાંક કાર્યો કરવાની મનાઈ છે. માન્યતા છે કે આ કાર્યોને સાંજના સમયે કરવાથી માં લક્ષ્મી કોપાયમાન થઇ શકે છે. કહેવાય છે કે આ કાર્ય ઘરમાં નકારાત્મક ઉર્જાને લાવે છે. જેનાથી ઘરની બરકત અને સુખ-સમૃદ્ધી ઓછી થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય ડૂબતી સમયે અને ત્યારબાદ નકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે. જાણો સૂર્યાસ્ત વખતે કયા કામો ન કરવા જોઈએ. 

લક્ષ્મીજી રિસાઈ ના જાય એટલે ભૂલથી પણ સાંજે આ કામ ના કરતા, નહીંતર….

  1. સાંજના સમયે તુલસીના છોડની નીચે દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવ્યું છે. જો કે, સૂર્યાસ્ત બાદ તુલસીના છોડને ના અડશો. માન્યતા છે કે આમ કરવાથી માં લક્ષ્મી નારાજ થઇ શકે છે.
  2. સાંજના સમયે કોઈ ગરીબ અથવા જરૂરીયાતમંદને ખાલી હાથે ના કાઢશો. પોતાની શક્તિ મુજબ થોડુ દાન અવશ્ય કરો. 
  3. સૂર્યાસ્ત સમયે અને ત્યારબાદ ક્યારેય ઝગડા ના કરવા જોઈએ. સાંજના સમયે લડાઈ-ઝગડા કરવાથી માં લક્ષ્મી નારાજ થઇ શકે છે. કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં ગરીબાઈ અને કંગાળી આવે છે. 
  4. વાસ્તુ મુજબ સાંજના સમયે કોઈને પૈસા ઉધાર ના આપવા જોઈએ. માન્યતા છે કે સાંજના સમયે ઉધાર આપવામાં આવેલા પૈસા પાછા આવતા નથી. 
  5. વાસ્તુ શાસ્ત્ર મુજબ, સાંજના સમયે ઘરનો મુખ્ય દરવાજો થોડા સમય માટે ખુલ્લો રાખવો જોઈએ. સૂર્યાસ્ત સમયે દરવાજો બંધ ના કરવો જોઈએ. માન્યતા છે કે આ સમયે માં લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. ઘરનો મુખ્ય દ્વાર બંધ રાખવાથી માં લક્ષ્મીનુ આગમન થતુ નથી. 

Treading

Load More...