ગુજરાત વિધાનસભા ચૂંટણી ની તારીખો જાહેર થઈ ચૂકી છે. કુલ બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો હિમાચલ પ્રદેશ ની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે. જો ગુજરાત વિધાનસભા 2017 ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જો કે તેની બાદ પેટાચૂંટણીમાં જીતને કારણે ભાજપની બેઠકોથી વધીને 112 પર પહોંચી. તો બીજી બાજુ કોંગ્રેસને પક્ષપલટાને કારણે મોટુ નુકસાન થયુ, હાલ 65 બેઠકો કોંગ્રેસ પક્ષ પાસે છે. ગુજરાતમાં AAP ની એન્ટ્રીથી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે, ત્યારે નેતાઓની સભામાં ઉમટતા મતદારોના હાથ તેમના પક્ષના EVM બટન પર પહોંચશે કે કેમ તે જોવુ રહ્યું.
ગુજરાતમાં ચૂંટણી બે તબક્કામાં યોજાશે!!
હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને હવે તમામ દેશવાસીઓ અને તેમાય ખાસકરીને ગુજરાતવાસીઓની નજર ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખોની પર છે. જે બાબતે દિલ્હીથી મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. તેનો પ્રથમ તબક્કો નવેમ્બરના છેલ્લા કેટલાક દિવસો દરમિયાન યોજાશે અને બીજો તબક્કો 4 કે 5 ડિસેમ્બરેની યોજવામાં આવી શકે છે. જે દાવામાં જણાવ્યું છે કે, મતગણતરી બંને તબક્કા પૂર્ણ થયાના 3-4 દિવસ પછી એટલે કે 8મી ડિસેમ્બરે ટૂંકમાં જે દિવસે હિમાચલ પ્રેદેશની ચૂંટણીની મત ગણતરીની તારીખ જ નક્કી કરવામાં આવી છે તે જ દિવસે કરવામાં આવશે.
18 ફેબ્રુઆરીએ મુદત સમાપ્ત થશે
ગુજરાતમાં 14મી વિધાનસભાની મુદત 18 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થવાની છે. જે વર્ષ 2017ના ડિસેમ્બરમાં 182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી ભારે બહુમતી સાથે ચૂંટણી જીતીને પોતાની સત્તા જાળવી રાખવામાં સફળ રહી હતી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્યમાં સરકાર બનાવવામાં આવી હતી.
ચૂંટણી પંચની તૈયારીઓ
ગુજરાત વિધાનસભા માટે ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી હોવાનો પણ દિલ્હીના મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ ગમે ત્યારે તેની જાહેરાત કરી શકે છે. જે બાબતે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચની ટીમોએ ગુજરાતની મુલાકાત લીધી છે જેઓએ ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી છે. ગુજરાતની ચૂંટણી બાબતે અમૂક જાણકારી પણ આપી છે. મહત્વનું છે કે, બીજી તરફ ગુજરાતના તમામ રાજકીય પક્ષોએ જનતાને રીઝવવાનું શરૂ કરી દીધું છે.
2017 ચૂંટણીમાં શુ પરિણામ આવ્યા હતા
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે, જેમાંથી 40 બેઠકો અનામત છે. તેમાંથી 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિના આદિવાસી સમાજ માટે અનામત છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી. આ સાથે જ કોંગ્રેસના ખાતામાં 77 સીટો આવી. આ સિવાય ભારતીય ટ્રાઈબલ પાર્ટીને 2 સીટમાં 1 સીટ, એનસીપીને મળી હતી. ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી.