જાણો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું?

www.incometax.gov.in aadhaar pan link Online Process in Gujarati: પાન કાર્ડ સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે. જે પણ કોઈ નું પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક નથી કારવેલું તો 31મી માર્ચ 2023 સુધી માં કરાવવાનું રહેશે અને 1000 રૂપિયા દંડ પણ ભરવો પઢશે. જે આવું નહી કરવામાં આવે તો પાન કાર્ડ બંધ થઈ જશે. અને કોઈ જગ્યા તેનો ઉપયોગ કરી શકશો નહીં. 

દરેક વ્યક્તિ કે જેને 1લી જુલાઈ 2017ના રોજ પાન કાર્ડ બનાવેલું છે અને તેને આધાર કાર્ડ પણ બનાવ્યું હતું. તે લોકો માટે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે. જો કે, તમારે હવે તમારા આધારને PAN કાર્ડ સાથે લિંક કરવા માટે ફી ચૂકવવી પડશે. જો લિંકિંગ 31મી માર્ચ 2023 સુધીમાં કરવામાં આવે તો રૂ. 1000 દંડ ભરવો પડશે. આ તારીખ પછી, જે આવું નહી કરવામાં આવે તો પાન કાર્ડ બંધ થઈ જશે. અને કોઈ જગ્યા તેનો ઉપયોગ કરી શકશો નહીં.  નીચે આપેલા આ લેખમાં પાન કાર્ડ સાથે આધાર લિંક કેવી રીતે કરવું તે વિશે જાણો અને તમારા દસ્તાવેજોને વહેલામાં વહેલી તકે લિંક કરાવો.

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું? – How to link Pan card with Aadhar card – step by step Process 

PAN ને આધાર સાથે લિંક કરવાની રીતો

આ બે રીત છે જેના દ્વારા તમે PAN અને આધારને લિંક કરી શકો છો.

  1. Income Tax e-filing વેબસાઈટ દ્વારા
  2. 567678 અથવા 56161 પર SMS મોકલીને

1) Income Tax e-filing વેબસાઈટ દ્વારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પ્રોસેસ

STEP 1: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.

STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને Validate પર ક્લિક કરવાનું રહેશે.

STEP 4: ત્યાર બાદ જો તમારે ફી ભરવાની જરૂર હશે તો તમને ફી ભરવા માટે કહેવામાં આવશે નહિતર તમે પાન આધાર લીંક નહીં કરી શકશો

STEP 5: ત્યાર બાદ તમારે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર ,આધાર માં જે નામ હોય તે નામ અને મોબાઈલ નંબર લખવાના રહેશે. અને Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે. (pan card link with aadhar card)

STEP 6: ત્યાર બાદ આધાર કાર્ડ પર જે મોબાઈલ નંબર લીંક છે તેના પર OTP આવશે.

STEP 7: OTP દાખલ કર્યા બાદ તમને એક મેસેજ જોવા મળશે જેમાં લખેલું હશે કે તમારું આધાર પાન લીંક ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરી શકો છો.

2) SMS મોકલીને PAN ને આધાર સાથે લિંક કરવું

SMS મોકલીને PAN ને આધાર સાથે લિંક કરવા. તમારે નીચે જણાવેલ પગલાંને અનુસરવાની જરૂર છે:

STEP 1: તમારા મોબાઇલ પર UIDPAN 12-અંકનો આધાર 10-અંકનો PAN લખો

STEP 2: તેને 567678 અથવા 56161 પર મોકલો

પાનકાર્ડ આધારકાર્ડ લિંકિંગ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? – How to Check PAN Aadhaar Linking Status In Gujarati 

પાનકાર્ડ આધારકાર્ડ લિંક સ્ટેટસ ચેક કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે. (aadhar card pan card link status)

STEP 1: સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.

STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને View Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.

STEP 4:  પાન કાર્ડ સાથે આધાર કાર્ડ સાથે લિંક છે કે ની તે તમને મેસેજ જોવા મળશે.

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે ફી કેવી રીતે ભરવી? – How to pay penalty for linking Aadhaar with PAN?

STEP 1: સૌપ્રથમ https://www.incometax.gov.in/iec/foportal/ income tax પોર્ટલ પાન આધાર લિંક કરવાની વિનંતી સબમિટ કરવા વેબસાઈટ પર જવાનું રહેશે.

STEP 2: ત્યાર બાદ તમારે e-Pay Tax બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: ત્યાર બાદ તમારે પહેલા ઓપ્શન Income Tax માં Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 4: ત્યાર બાદ Assessment Year 2023-24 એટલે આવતું વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે. અને Type of Payment માં તમારે Other Receipt 500 સિલેક્ટ કરવાનું રહેશે. પછી Continue બટન પર ક્લિક કરવાનું રહેશે

STEP 5: પછી તમારી સામે ટોટલ કેટલું પેમેન્ટ કરવાનું છે તે જોવા મળશે. અત્યારે 1000 પેમેન્ટ કરવાનું છે તો તે આવશે. પછી Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 6: ત્યાર બાદ તમારી સામે પેમેન્ટ માટે ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેવી રીતે પેમેન્ટ કરવા માંગો છો તેનાથી પેમેન્ટ કરી શકો છો (નેટ બૅન્કિંગ , Debit card , Credit Card, Payment gateway)

STEP 7: ત્યાર બાદ તમારે ચેકબોકસ સિલેક્ટ કરી ને Submit to Bank બટન પર ક્લિક કરવાનું રહેશે.

Treading

Load More...